Events

  • Upcoming Event
  • Past Events

Business Valentine

વેલેન્ટાઈન આવે એટલે ગળાડૂબ પ્રેમમાં પડેલ લૈલા-મજનુ, શિરી-ફરહાદ, હીર-રાંઝા અને એમ્પ્લોયી-ઓર્ગેનાઇઝેશન જેવી અમર જોડી યાદ આવે જ આવે!!!

એક મિનિટ... એક મિનિટ...બાકીની જોડીઓ તો ઠીક છે પણ આ એમ્પ્લોયી-ઓર્ગેનાઇઝેશન ની જોડી??? આ તો એકબીજાના કાયમી દુશ્મન. આ જોડી વળી ક્યારથી પ્રેમમાં પડી? આ લોકો એકબીજાના પ્રેમમાં હોત તો આટલી મોટી એટ્રિશનની (એમ્પ્લોય ટર્ન ઓવર) વિકરાળ વૈશ્વિક સમસ્યા હોત જ નહીં ને!! દુનિયાની તમામ નાની પેઢીના શેઠિયાઓ અને મોટી કંપનીના HR હેડિયાઓ(!) સુખેથી સુઈ શકતા હોત ને??

પણ શેઠિયાઓનું અને HR હેડિયાઓનું જ સુખ વિચારવાનું?? એમ્પ્લોયી સુખેથી સુઈ શકે એના માટે કંઈ નહીં વિચારવાનું?? આ પ્રશ્નનો અડધો જવાબ છે હા અને અડધો જવાબ છે સ્પષ્ટ ના!!

"હા" એટલા માટે કે એમ્પ્લોયીના સુખ વિશે વિચારવાનું જ વિચારવાનું, બિલકુલ વિચારવાનું અને "ના" એટલા માટે કે એના સુખ વિશે એટલું બધું વિચારવાનું કે એ ઓર્ગેનાઇઝેશનના પ્રેમમાં પડી જાય અને પ્રેમની અવસ્થા તો રાતોની રાતો જાગવાની અવસ્થા હોય એટલે સુવાના પ્રશ્નનો આપોઆપ છેદ ઉડી જાય!!

અંગ્રેજીમાં કહે છે કે When an employee joins, he joins the organization but when he leaves, he leaves the boss.

આવા બોસ કઈ રીતે બનવું કે જેથી એમ્પ્લોયી ઓર્ગેનાઇઝેશનને કહે કે Will you be my valentine? એના માટે કયા રૂલ્સ સૌ પહેલા તોડી નાખવા? કયા પ્રશ્નો પૂછવા? ક્યા પ્રશ્ન પોતાને પૂછવા? કઈ બાબતનું ધ્યાન રાખવું ? એનો આશરે 3 કલાકનો એક પ્રોગ્રામ બિઝટીના ઉપક્રમે તા. 14 ફેબ્રુઆરીના રોજ સવારે 7.29 થી 10.29 દરમ્યાન હોટેલ કોસ્મોપોલિટન ખાતે રાખવામાં આવ્યો છે.

ગુજરાતી હિન્દી અને ખપ પૂરતા અંગ્રેજી ભાષામાં થનારો આ પ્રોગ્રામ ભારતના જાણીતા બિઝનેસ કોચ દિપક મકવાણા લેવાના છે. આ પ્રોગ્રમમાં ભાગ લેવા નીચેની લિંક પર રજીસ્ટર કરશો.

આ મેસેજને અન્ય બિઝનેસમેન, વૉટ્સએપ ગ્રુપ, અન્ય સોસીયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરી લાઈક માઈંડેડ લોકો સુધી પહોંચાડશો.

Register Now