Blog

બિઝ્નેસમેનનો પુનર્જન્મ અને બિઝનેસનું અકાળ મૃત્યુ!

“પણ હું ગયા જન્મમાં મનુષ્ય જ હતો એ કેમ ખબર પડે? કુતરો બિલાડો નહીં હોઉં એની શું ખાતરી?” નકુલભાઈએ કટાક્ષયુક્ત અવાજે પૂછ્યું. “84 લાખ યોનિમાં ફર્યા પછી મનુષ્ય યોનિમાં જન્મ મળે છે. સારા કર્મો કર્યા હોય તો જ આ યોનિમાં જન્મવા મળે અને સારા કર્મો મનુષ્ય જ કરી શકે એટલે તમે ગયા જન્મમાં મનુષ્ય જ […]

ચ્હામાં માખી લેશો કે ચ્હામાં તુમાખી લેશો?

ભ’ઈ કેટલી વાર કહું 3 અડધી ચ્હા આપો!! યોગેશ બરાબરનો અકળાયો હતો કેમ કે 20 મિનિટથી ચ્હાની રાહ જોઈ રહ્યા હતાં. ત્રણ વખત આંખમાં આંખ નાખીને, બે વખત હાથથી ઈશારો કરીને અને ચાર વખત મોટેથી બુમ પાડીને ચ્હાવાળાને ઓર્ડર આપ્યો હતો પણ હજી સુધી ચ્હા આવતી નહોતી. સાથે આવેલા ઓફીસ કુલીગસ 3 વખત “ચાલશે યોગેશ […]

શતરંજની રાણી

“બિની, મને 10 મિનિટ હજી લાગશે, તું સાડા પાંચને બદલે પોણા છ વાગે આવજે, ઓકે?“ સામે છેડે બિનિતા કંઈ બોલે એ પહેલા માનુષે ફોન મુક્યો. “હાઉ ડેર યુ?” બિનિતા સમસમીને નહિ બલ્કે તમતમીને રહી ગઈ. “આજે તો પાઠ ભણાવી જ દેવો છે સાલાને” બિનીતાએ મનોમન નક્કી કર્યું અને મક્કમ નિર્ધાર સાથે વસ્ત્રાપુર તળાવ બાજુ ગાડી […]

“ફ્રૂટ સલાડ – ગરોળી – કેક્ટ્સ”

“નેહલભાઈ, નવો કોઈ ઓર્ડર આવ્યો કે માલનો?” રાજને ખુબ મૃદુ પણ આશાભર્યા અવાજે પોતાના પાર્ટનરને પૂછ્યું જે સેલ્સ ડિપાર્ટમેન્ટ સંભાળતા હતાં. જવાબમાં નીરવ ચુપકીદી. રાજને ફરી પૂછ્યું “નેહલભાઈ, નવો કોઈ ઓર્ડર લાવ્યા કે માલનો?” પ્રશ્નમાં ઓર્ડર “આવ્યો” થી ઓર્ડર “લાવ્યા” નો થયેલો ફેરફાર જાણી જોઈને રાજને કર્યો હતો. પણ છતાં જવાબમાં ચુપકીદી!! “નેહલભાઈ, જવાબ તો […]

ઈંગ્લીશ બોલતો લુખ્ખો

ઈંગ્લીશ બોલતો લુખ્ખો “તમારી જન્મ તારીખ અને સિગ્નેચર એમ કહે છે કે તમે તમારુ ધાર્યું કરીને જ રહેશો, તમે કોઈને ગાંઠશો નહિ અને એમાં તમને નુકશાન પણ ખુબ જશે” 19 વર્ષના રિસર્ચ પછી જન્મ તારીખ અને સિગ્નેચર પરથી પથ્થરની લકીરની જેમ વ્યક્તિત્વના પાસાઓ કહી દેતા અમદાવાદના ગ્રાફોલોજિસ્ટ સરે સામે બેઠેલા યુવાનને કહ્યું. ચેતી જવાને બદલે […]

પાણીપુરી અને પાટલા ઘો

.પાણીપુરી અને પાટલા ઘો “ઈન કો મીઠી દેના, મેરી તીખી ઔર ઈન કી મિક્સ કરના ભૈયાજી” “રગડા યા ચના બટાટા?” ભૈયાએ પૂછ્યું. “મેરી રગડે મેં” તરત આરતી બોલી, “નહીં, મુજે ચના-બટાટા” તરુણ બોલ્યો “મેરી રગડા મિક્સ, મુજે પ્યાજ ચાહિયે”  નેહાએ કીધું પછી 15 મિનિટ સુધી જીભ પાસે બોલવાનું કામ છીનવી લેવામાં આવ્યું માત્ર સ્વાદના ચટાકાને […]

97 કિલોની કાયા અને 1 લાખનો ડીડી

“બેન, આવું કે અંદર?” ખોડાએ શેઠના વૈભવી બંગલામાં કમ્પાઉન્ડમાં પ્રવેશી મુખ્ય દ્વારે ઉભા રહીને શેઠાણીને ઉદ્દેશીને વિવેક દાખવ્યો. “અક્કલ બકકલ છે કે નહીં?? કામના ટાઈમે માથે આવીને ઊભો રહી જાય છે તે, કંઇ ભાન બાન પડે છે કે નહીં, ઇડિયટ જેવો” શેઠાણી તાડુક્યા. પણ અંદર આવવાની રજા છે કે નહીં એ તો કોયડો જ રાખ્યો. […]