.પાણીપુરી અને પાટલા ઘો
“ઈન કો મીઠી દેના, મેરી તીખી ઔર ઈન કી મિક્સ કરના ભૈયાજી”
“રગડા યા ચના બટાટા?” ભૈયાએ પૂછ્યું.
“મેરી રગડે મેં” તરત આરતી બોલી,
“નહીં, મુજે ચના-બટાટા” તરુણ બોલ્યો
“મેરી રગડા મિક્સ, મુજે પ્યાજ ચાહિયે” નેહાએ કીધું
પછી 15 મિનિટ સુધી જીભ પાસે બોલવાનું કામ છીનવી લેવામાં આવ્યું માત્ર સ્વાદના ચટાકાને માણવાનું અને એને અંતરના ઊંડાણ સુધી પહોંચાડવાનું કામ ચાલુ રાખવામાં આવ્યું.
આ ત્રણેનો ત્રીજો રાઉન્ડ ચાલુ થયો ત્યાં તો વેઇટિંગમાં ઉભેલા લોકોની ધીરજ ખૂટી ગઈ.
“ભૂખડી બારસ જેવા છે , ખા ખા જ કરે છે, એમ નહિ કે બીજાનો વિચાર કરે, તું કહેને પેલા ભૈયાને” એક નાજુક યુવતીએ કઠોર અવાજે પોતાના બોયફ્રેન્ડના કાનમાં કહ્યું.
દરેક પુરુષમાં રહેલા ઈગો નામના નાગને છંછેડવાનું કામ સ્ત્રી બખૂબી જાણતી હોય છે.
ધીમા અવાજે બોલાયેલા આ શબ્દોમાં આજુ બાજુ અન્ય લોકો સુધી પહોંચવાની ત્રેવડ તો હતી જ અને એ સાથે જ બધાની આંખોનું દૂરબીન બોયફ્રેન્ડ તરફ મંડાયુ અને સદીઓથી થતું આવ્યું છે એમ આ પુરુષ નામનું પ્રાણી છંછેડાયુ..
“ઓ ભૈયાજી, હમ ઇધર ખડે રહને કે લીયે નહીં આયે હૈં, જલ્દી કરો જરા”
શૂરવીરતાના નામે માત્ર બુમાબુમ કરી શકતા બોયફ્રેન્ડે બધી તાકાત અવાજ ઊંચો કરી આ એક જ વાક્ય બોલવામાં ઝીંકી દીધી.
કોઈ પણ નાસ્તાની લારીવાળા માટે આ સૌથી કપરો કાળ હોય છે કે એક ઘરાક પૈસા આપી ખાઈ રહ્યું છે અને એ જ કારણસર બીજુ ઘરાક ગુસ્સે થઇ રહ્યું છે!! આમાં કરવું શું? આવતી વહેતી લક્ષ્મીને અટકાવીને બીજી લક્ષ્મીને આવવા દેવી કે માત્ર વહેતી લક્ષ્મી પર જ ધ્યાન આપવું? એ સૌથી અઘરા નિર્ણયોમાંનો એક હોય છે.
પણ કોઈ પણ બિઝનેસ સ્કૂલમાં ગયા વગર પોતાના ધંધામાં ખપ પડે એટલું MBA અને પોતાના ઘરાકને સાચવી શકાય એટલી હ્યુમેન સાઇકોલોજી દરેક લારીવાળાને આવડતી હોય છે, આ ભૈયાને પણ બખૂબી આવડતી હતી.
કંઈજ બોલ્યા વગર એણે બાકીના લોકોના હાથમાં પડીયા પકડાવી દીધા અને ચમત્કાર થયો… અચાનક બધાની બોડીલેંગ્વેજ બદલાઈ ગઈ, આંખોમાં ગુસ્સાની જગ્યાએ ચમક આવી ગઈ. હાથમાં પડીયા પકડાવી દેવાથી “ચલો ક્યાંક બીજે જઈએ” વિચારનું બાળમરણ થતું હોવાના અસંખ્ય કિસ્સા અભણ ભૈયાજી એમની કેરિયરમાં જોઈ અનુભવી ચુક્યા હતા.
“ચાલુ રખું ક્યા?” ત્રીજા રાઉન્ડની છેલ્લી પાણીપુરી માટલામાં ઝબોળતાં ભૈયાજી એ પુછયું. નેહાની બટાલિયને ડોકું ધુણાવીને ના પાડી, જાણે યુદ્ધ વિરામ જાહેર થયો!
“ભૈયાજી કોરી પુરી દેના” 180 રૂપિયાની માતબર રકમ ચૂકવીને છેક ગળા સુધી પાણીપુરીથી છલકાઈ ચૂકેલા તરુણ, નેહા અને આરતીએ પોતાનો હક માંગ્યો.
ભૈયાજીએ ત્રણેયના ખોબામાં કઢાઈમાં ફુલાવાની હરીફાઈમાં નાપાસ થયેલી પુરીઓનો ઢગલો કરી નાખ્યો અને લટકામાં “ઔર દું ક્યા?” મધ ઝરતા મલકાટ સાથે પૂછ્યું.
“નહીં નહીં બહોત હો ગઈ” બોલી ત્રણે ત્યાંથી નીકળ્યા અને
ભૈયાજી બીજા લોકોને “ચને મેં યા રગડે મેં?” પૂછવામાં વ્યસ્ત થઇ ગયા.
સંતોષ પકોડીના નામે લારી ચલાવતા આ ભૈયાજીની પાણીપુરી એટલી તો સ્વાદિષ્ટ અને સ્વાદમાં એકધારી હતી કે ભૈયાજી, પાણીપુરીના સાર્વજનિક વણલખ્યા નિયમાનુસાર બપોરે 3.30 વાગ્યે લારી લઈને આવતા હતાં પણ સ્વાદના શોખીનો તો ભૈયાજી આવે એ પહેલા સવા ત્રણના આવીને ઉભા રહી જતા હતાં!!! અને અમુક અધિરીયાઓ તો “કિતની દેર કર દેતે હો આને મેં” કહી ઠપકો પણ આપી દેતા હતાં!
ચિત્રલેખા નામના સાપ્તાહિકમાં થોડા વર્ષો પહેલા “અમદાવાદમાં ફૂલતોફાલતો વર્ષે કરોડો રૂપિયાનો પાણીપુરીનો બિઝનેસ” ના નામે લેખ છપાયો ત્યારે ઘણા બિઝનેસમેનની આંખો પહોળી થઇ ગયેલી અને અજાણતા જ પોતાના ટર્નઓવરની સામે પાણીપુરીની એક લારીની મહિનાની આવકની સરખામણી પણ થઇ ગયેલી.
એવા જ અમદાવાદના એક બિઝનેસમેનને લાળ પડી કે આ કરોડો રૂપિયાના અનઓર્ગેનાઇઝ્ડ સેકટરને ઓર્ગેનાઈઝ્ડ કરીને હાઈજેનીક રીતે લોકોને આપીએ તો ઘણી બિઝનેસ ઑપર્ચ્યૂનિટિ છુપાયેલી છે. તાત્કાલિક કોર્પોરેટ મિટિંગ કરી, બિઝનેસ સર્વે માટે એક એજન્સીને કામ આપ્યું. એજન્સીએ 45 દિવસમાં ખુબ સારા એંધાણવાળા સમાચાર આપ્યા કે “આ ધંધામાં ઝંપલાવવા જેવું છે”
તરત મેનેજમેન્ટ ટીમ હાયર કરી લીધી, બિઝનેસ પ્લાન બનાવી દીધો. નવી રૂપાળી સારી દેખાતી લારીઓની ડિઝાઇન મંગાવાઈ, અમદાવાદના કયા ક્યા વિસ્તારમાં ક્યાં ક્યાં લારી ઉભી રાખીશું એ પ્લાનિંગ થઇ ગયું, લારી ચલાવતા માણસોનો ડ્રેસ નક્કી થઇ ગયો કે બ્લેક પેન્ટ્સ અને ક્રીમ શર્ટ હશે, એની ઉપર એપ્રન પહેરશે, માથે ફાઈવ સ્ટાર હોટેલના શેફ જેવી ફૂમતાં વાળી કેપ હશે અને હાથમાં મોજા હશે.
બિઝનેસ પ્લાન એવો બન્યો કે આપણે બધી લારીને એક સેન્ટ્રલાઇઝ જગ્યાએ રાત્રે ભેગી કરીશું, સવારે એક જ જગ્યાએથી એ બધા નક્કી કરેલી સંખ્યામાં 400 નંગ પાણીપુરી અને એ પ્રમાણે પાણી-મસાલો લઇ જશે, આપણી પુરી સ્પેશિયલ જગ્યાએ બનાવડાવીશું જેથી કઇંક અલગ ક્વોલિટી લાગે અને એકેય પુરી ફુલ્યા વગરની ના રહે. સાંજે બધા પાસે હિસાબ લેવાનો અને બીજા દિવસે એજ પ્રમાણે આગળ ચલાવવું.
ધામધૂમથી ધંધાનું શુભ મુહર્ત કરી ઠેર ઠેર લારીઓ ગોઠવાઈ ગઈ. પહેલી વાર આ જોનારને “આ વળી કેવી લારી” નું કૌતક પણ થયું. સ્વાદના શોખીનોમાં બે પ્રાણી એક સાથે વસતા હોય છે, પાટલા ઘો અને ભમરો!! હંમેશા નવું નવું શોધવામાં પેલો ભમરો કામ આવે અને દાઢે વળગેલા સ્વાદમાં પેલી પાટલા ઘો કામ આવે, જે એક ચોક્કસ લારીને કાયમ વળગી રહે. ચોક્કસ સમયે એ આપમેળે તમારા પગને એ લારી બાજુ વાળે . અરે તમારા વાહનના સ્ટિયરિંગ સુદ્ધાં પર એનું વર્ચસ્વ હોય છે. એ એરિયામાંથી નીકળો એટલે એની મેળે એ લારી બાજુ વળે જ વળે!!
નેહા, આરતીની આખી બટાલિયન ઓફિસના કામે ક્યાંય પણ નીકળે પણ અંદરના ભમરાની આંખો સતત નવી નવી લારી પર મંડરાતી હોય અને એવામાં એક દિવસ આ નવી સજેલી ધજેલી લારી દેખાઈ ગઈ, જાણે થર્ડ ઈયરના આશિકોને ફર્સ્ટ ઈયરનું નવું સૌંદર્ય દેખાયું!
તરતને તરત બટાલિયન લારીએ ઉતરી, ત્રણે જણાએ સૌથી પહેલા તો ભાવ સાંભળ્યો કે 20 રૂપિયામાં 5 (પાંચ જ!!) આંખો પહોળી થઇ ગઈ અને દિલ સાંકડું થઇ ગયું અને તરત અંદરની પાટલા ઘો બોલી “ચલો પેલી જૂની લારીએ”
છતાં “આવ્યાં છીએ તો ચાખતા જઈએ” ના નાતે એક એક ડિશનો ઓર્ડર મુક્યો. પેલા કોર્પોરેટ ભૈયાજીએ હાથમાં મોજા પહેર્યા, ત્રણ ડીશ કાઢી અને દરેકમાં 5-5 પકોડી મૂકી, કોણ જાણે કેમ આ ક્રિયા અંદરથી ત્રણેમાંથી કોઈને ગમી નહિ કારણ સમજાયું નહીં પણ ગમી નહીં એ વાત પાક્કી.
પહેલી પકોડી ખાતાં જ આંખના ઇશારાથી “કેવી છે” પુછાયું અને “ok ok” નો વળતો જવાબ તરત આવી ગયો, ત્રણે જણાએ પહેલી પકોડી ખાધી અને તરત અંદરની પાટલા ઘો પાછી બોલી “ચલો પેલી જૂની લારીએ”
યંત્રવત એક રાઉંન્ડ પૂરો કર્યો, કોર્પોરેટ ભૈયાજીએ પૂછ્યું પણ નહીં કે “બીજો રાઉન્ડ કરું” અંદરની પાટલા ઘો પાછી બોલી “ચલો પેલી જૂની લારીએ”
પૈસા ચૂકવીને રાબેતા મુજબ કીધું કે “કોરી પુરી દેના ભૈયા” તરત કોર્પોરેટ ભૈયાજીએ કંપનીની પોલીસી અનુસાર ટ્રેઈનિંગમાં શીખવાડેલ જવાબ આપ્યો કે “હમ કોરી પુરી નહીં દેતે, ચાહિયે તો 10 કી કોરી પુરી ખરીદ કે ખા શકતે હૈં” હવે અંદરની પાટલા ઘો એ બહુ જોરથી “ચલો પેલી જૂની લારીએ” કહ્યું.
એ દિવસે આખો વખત આખી ઓફિસમાં, સાંજે ઘરવાળા સાથે અને બાકીના સમયે મિત્રો, પાડોશીઓ સાથે, ફેસબુક પર બધે જ જાણે અજાણે “જવા દેને યાર, આજે તો પેલા AEC ચાર રસ્તે એક પાણીપુરીવાળાના ત્યાં એવો દાવ થયો એવો દાવ થયોને કે મોટા ઉપાડે ગયા તો ખરાં પણ…. થી લઇ ……..આજ પછી ત્યાં જવું નહીં” સુધીની વાર્તા ટીપિકલી અમદાવાદી સ્ટાઈલ અને લહેકામાં છે…….ક અમેરિકા સુધી રહેતા માસી અને કઝીન સુધી પહોંચી ગઈ અને ભીષ્મ પ્રતિજ્ઞા પણ લેવાઈ ગઈ કે ગઈ કે “ઇન્ડિયા આવો ત્યારે અમદાવાદમાં પેલા AEC વાળા પાણીપુરી વાળાના ત્યાં ખાવા જવું નહીં!!” .
એ ધામધૂમથી શરુ થયેલો પાણીપુરીનો કોર્પોરેટ બિઝનેસ ધૂમ 3 ના ચોરી કરતા હીરો કરતાંયે વધુ ઝડપે બંધ થઇ ગયો.
આજે પણ નેહા-આરતી-તરુણ જેવી અસંખ્ય બટાલિયનો લગભગ રોજ પાણીપુરી ખાય છે અને અભણ ભૈયાઓ કરોડોનું ટર્નઓવર કરે છે.
ભૈયો ખુશ છે, આ બટાલિયન ખુશ છે અને અંદરની પાટલા ઘો પણ ખુશ છે, બસ, ખુશ નથી તો પેલા પાણીપુરીનો કોર્પોરેટ બિઝનેસ કરનાર બિઝનેસમેન.
અસ્તુ.
(કથા બીજ: વીરા સોલંકી – ગાંધીનગર)
*********
બિઝનેસ લર્નિંગ
1) કોઈ પણ બિઝનેસ શરુ કરતાં પહેલા માર્કેટ સર્વે કરવો, એમાં પણ હ્યુમેન સર્વે અતિશય જરૂરી છે.
2) કોઈ ધંધો અમુક રીતે ચાલતો હોય તો એની ઢબ રાતોરાત ના બદલાય, દાયકાઓ લાગી જાય.
3) નાસ્તાની લારીએ આવતો કસ્ટમર BMW માં આવે કે BRTS માં, એ આવે છે સ્વાદ માટે.
4) ગમે તેવો કરોડપતિ હોય, કઇંક ફ્રી આપો એટલે ખુશી થાય, થાય ને થાય જ.
5) તદ્દન નકામી વસ્તુ પણ ફ્રી તરીકે અપાતી હોય (અથવા ના અપાતી હોય) તો એ વેન્ડર ચેન્જ કરવા માટે સબળ કારણ બની રહે છે.
6) દરેક કસ્ટમરની અંદરની પાટલા ઘો એના માટે ડિસિઝન મેકર સાબિત થાય છે.
7) કસ્ટમરની નસેનસ પોતાના અનુભવને કારણે પારખતો અભણ ભૈયો, હાર્વર્ડમાં ભણેલા MBA કરતા વધારે પ્રોડક્ટિવ સાબિત થાય છે.
8) વેઇટિંગમાં ઉભેલા કસ્ટમરનો ઈગો સૌથી વધારે હર્ટ થતો હોય છે, એને સાચવતા આવડવું જ જોઈએ.
9) ખાણીપીણીના ધંધામાં ચોખ્ખાઈ અને શૉ બાજી કરતાં પણ સ્વાદનું સાતત્ય સૌથી મહત્વનું છે.
10) કોર્પોરેટ ભૈયાજીએ માત્ર 5 પકોડી ડીશમાં કાઢી સબકોન્સિયસલી એવો નેગેટીવ મેસેજ આપ્યો કે “તમને 5 થી વધારે નહિ આપું” એની સામે આખો ખુમચો ધરીને ઉભો રહેતો અભણ ભૈયાજી “ઇસી સે પેટ ભરીએ, ઘર જા કે ખાને કી ક્યા જરૂરત હૈં” નો સબકોન્સિયસ પોઝિટિવ મેસેજ આપે છે.
11) પોતાના ધંધામાં ખપ પડે એટલું MBA અને પોતાના ઘરાકને સાચવી શકાય એટલી હ્યુમેન સાઇકોલોજી દરેક ધંધાવાળાને આવડવી જ જોઈએ.
12) આપને જે અન્ય લર્નિંગ લાગે તે કોમેન્ટ બોક્ષમાં લખશો.
********
BizTea ના ફાઉન્ડર અને બિઝનેસ કોચ દીપક મકવાણા દ્વારા આ પ્રસંગ કથા બીજ વીરા સોલન્કી પાસેથી મેળવીને આલેખાયો છે. બિઝનેસના અઘરા ગણિતોને ખૂબ સરળ ભાષામાં સમજાવવા એ તેમની આગવી ઓળખ છે. નાના પ્રસંગો થકી મળતું બિઝનેસ લર્નિંગ સામાન્ય બિઝનેસમેનથી લઈને એન્ટરપ્રાઈઝ લેવલની CXO ટીમને આકર્ષે છે.
બિઝનેસના ‘ક’ થી લઈને ‘જ્ઞ’ સુધીની તમામ ઝીણવટ જાણે કક્કો શીખતા હોઈએ એ સરળતાથી પચાવી શકાય એ રીતે રજૂ કરવામાં એ માહેર છે.
તેઓ છેલ્લા ૨૩ વર્ષથી બિઝનેસ કોચિંગ કરી રહ્યા છે. છેલ્લા બે વર્ષથી તેઓ એશિયાનું સર્વપ્રથમ કન્ટીન્યુઅસ બિઝનેસ લર્નિંગ પ્લેટફોર્મ BizTea સકસેસફૂલી ચલાવી રહ્યા છે. જેમાં તેઓ અનેક આંત્રપ્રિનિયોર્સ અને બિઝનેસમેન કક્ષાના વ્યક્તિઓને પોતાના અનુભવનો અર્ક વહેંચે છે અને તેમની સફળતામાં પોતાના જીવનનો સંતોષ માને છે.
શ્રી દીપક મકવાણાનો આપ અહીં સંપર્ક કરી શકો છો.
# મોબાઈલ 98251 68222
# ઇ-મેઈલ dkmakwana@yahoo.com
Nice story
Thank you Dr. Diksha
Great explanation .
Yes Sir
પેલા અંકુર ચાર રસ્તા વાળા પાણીપુરીવાળા ભૈયાજી ચાલુ થયા કે નહીં ચલો જઈએ પ્રોગ્રામ બનાવો…. ટાઇલ્સ સૂટ પહેરીને કાર લઈને જઈએ.
It’s taste is 3td class, other wise we would have visited for sure
ટાઇલ્સ ની જગ્યાએ ટાઇ વાંચવું
Yep
As a Teacher I MUST give 10 / 10 Marks.
As a writer I give 5 Star Or 5 Mirchi.
As a Career Counsellor I provide A+++ Grade.
All De Very Best 👍
When will you write a Book 📖?
Thank you Sir, soon writing the book
Very nice story…
Thank you Sir
Really impressed by so meticulous observation and analysis..
Each and every point is very well explained through simple story telling
Thankyou Dr. Mita
ગઝબ શબ્દ રચના.. એવું લાગે કે આપણા બધાના જીવન માં બનતી ઘટના… ભમરો અને પાટલાઘો પ્રતેક નાં હ્રદય માં સ્વયમસ્ફુરીત રીતે ધરબાએલી છે જેનો અહિંયા શબ્દ ચક્ષુ દ્વારા શાક્ષાત્કાર થયો…
વાહ! શું શબ્દ ભંડોળ છે આપનુ!!
ખૂબ ખૂબ આભાર સર
Very informative and interesting writing style. Simply superb !!!
Thanks a million
Very nice story sir…
Thank you
Deepakbhai,
તમે તો મારી દુઃખતી નસ પર આંગળી મૂકી દીધી, Lockdown થયા પછી બહાર પાણીપુરી ખાવા નથી જઈ શકી. (Hahaha! )
Joke’s Apart,
ખૂબ સરસ મજાની અને ઉપયોગી વાતો લખી છે. વર્ણન પણ સરળ અને મજાનું.
Pallavi Mistry.
ખૂબ આભાર પલ્લવીબેન
Nice story and learning as always.
Waiting for your book Sir.
Thank you my child
Book is on the way beta
ખુબ સરસ એન્ડ સુધી પકડી રાખ્યો હો દીપકભાઈ for ગ્રેટ new business example
મોજ આવી ગઈ તમારી કોમેન્ટથી ભગવાનભાઇ
સમજવામાં ખૂબ સરળ અને અંત સુધી જકડી રાખે એવી રસપ્રદ શૈલી 👌
થેન્ક યુ મારા દીકરા
We proud of you, our Mahyavanshi Genius Mr Deepak Makwana.
After this pandemic period complete, we see you in Mumbai to teach our students and business developer.
Very good simple way teach us.
Thanks
Bipin chasia.
Thanks a million Sir
Great learning Sir…
Welcome bachcha
મઝા આઈ ગઈ વાંચીને. ખૂબ જ સારી લર્નિંગ છે. પાણીપુરી ની લારી ખોલવાની ઈચ્છા થઈ ગઈ. 😄
You always teach something new and innovative!! thank u sir..😊
Really interesting and motivational business learning story. Idea of turning all business into corporate culture is a mistake. and If that happens today ,people are not rushing to by in Laldarwaja open market and Gurjari bajar. Any Business depends on the demand in market and comparison and cost evaluation. It needs proper survey and analysis and patience too. Business done by looking one another never succeeds. Thanks.
Thank you for your valuable words Sir
Jordar
Very Nice Story and Learning Sir
Thank you Sir
Truely best.
Nice story sir…
Well explained learning from little things…